Battle Scene Between Kripa and Shikhandi from a Mahabharata
શિખંડી અને કૃપ વચ્ચેનું યુદ્ધ.

હિંદુ ધર્મના મહાકાવ્ય મહાભારતમાં રાજા દ્રુપદના પુત્ર શિખંડી, પૂર્વજન્મમાં અંબા હતી, જેણે ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

તે પૂર્વજન્મમાં અંબા નામક સ્ત્રી તરીકે જન્મેલ, ભીષ્મએ તેમની સાથે વિવાહનો ઇન્કાર કરતા તેણે ખુબ જ માનહાનિની લાગણી સાથે ભીષ્મ સામે વેર લેવાની પ્રતિજ્ઞા કરી. તેમણે ખુબ જ તપ કરી અને વરદાન મેળવ્યું કે પોતે ભીષ્મના મોતનું કારણ બનશે અને અંબાનો શિખંડી તરીકે પૂર્નઃજન્મ થયો. તેના જન્મ સમયે આકાશવાણી થયેલ. આકાશવાણીના અવાજે એમના પિતાને જણાવેલ કે આનો ઉછેર એક પૂત્ર તરીકે કરવો. આથી શિખંડીનો ઉછેર પૂત્ર તરીકે થયો, તેને યુધ્ધની તાલીમ પણ આપવામાં આવેલ અને લગ્ન પણ કરવામાં આવેલ. લગ્નની પ્રથમ રાતે સાચી વાતની જાણ થતાં તેની પત્નીએ તેનું ખુબ અપમાન કર્યું, આથી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો પરંતુ એક યક્ષે તેને બચાવી લઇ અને તેનું જાતીય પરીવર્તન કર્યુ. શિખંડી પૂરૂષના રૂપમાં પાછો ફર્યો અને સુખી લગ્નજીવન વિતાવ્યું અને તેને બાળકો પણ થયા.

કુરૂક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મે તેમને અંબાના પૂર્નઃજન્મ તરીકે ઓળખી, એક સ્ત્રી જાણી તેમની સાથે લડવાનું નકાર્યું. ભીષ્મ આમ જ કરશે એમ તે જાણતો હોવાથી અર્જુન શિખંડી પાછળ રહી ભીષ્મ પર બાણવર્ષા કરી. આમ શિખંડીની પ્રતિજ્ઞા પૂરી થઇ.

શિખંડીનો વધ યુધ્ધના ૧૮માં દિવસે અશ્વત્થામાએ કર્યો.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.