શકુની
મહાભારતનું પાત્ર
ચિત્ર:Shakuni consolating Duryodhana.jpg
શકુનિ અને દુર્યોધન
માહિતી
કુટુંબસુબલા અને સુદર્મા (માતા-પિતા)
ગાંધારી (બહેન)
જીવનસાથીઅર્ષી
બાળકોઉલૂક, વૃકોસર અને વૃપ્રચિત્તિ

શકુની (સંસ્કૃત: शकुनिः) ગાંધાર દેશનો રાજા અને ગાંધારીનો ભાઈ હતો. તે ધૃતક્રિડામાં અત્યંત પારંગત હતો અને તેણે ધૃતક્રિડામાં પાંડવોનું રાજ્ય તેના પ્રિય ભાણેજ દુર્યોધન માટે જીત્યું હતું.

અમુક સ્ત્રોત કહે છે કે જ્યારે શકુનીએ તેની પ્રિય બહેનને અંધ કુરુ રાજા સાથે પરણાવી ત્યારે તેનું અપમાન કરવામાં આવ્યું અને ત્યારે જ તેણે કુરુ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા પૂરી કરવા તેણે પોતાના અસ્થિર ભાણેજ દુર્યોધનને પાંડવો સાથે યુદ્ધ કરવા પ્રેર્યો, જેથી કૌરવ કુળનો નાશ થયો. આમ, ઘણાં લોકો તેને કુરુક્ષેત્રના યુદ્ધનું કારણ માને છે. એવું પણ કહેવાય છે કે જ્યારે શકુની એ કૌરવ કુળનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે શકુનીના પિતાએ શકુનીના પગ પર લાત મારીને લંગડો કરી દીધો જેથી તે જ્યારે પણ ચાલે ત્યારે તેને લીધેલી પ્રતિજ્ઞા યાદ આવે.

ચોસર

જાવાનીઝ શકુની

જ્યારે પાંડવોને હસ્તિનાપુરનો બંજર ભાગ આપવામાં આવ્યો- ત્યારે તેમણે મૂબ મહેનત અને કષ્ટ વેઠી તે બંજર અને શુષ્ક જમીનને ઇંદ્રપ્રસ્થ નામના એક સુંદર શહેરમાં રુપાંતરીત કરી. તુરંત જ આ શહેરની ખ્યાતી ચારે બાજુ ફેલાઈ અને ખુદ દુર્યોધન તેમનો મહેલ જોવા આવ્યો. તેણે પાણીને જમીન સમજી તેની ઉપર મુક્યો અને પાણીમાં પડી ગયો. આ જોઈ પાંડવોની પત્ની- દ્રૌપદી ખડખડાટ હસી પડી અને અંધ પિતાનો અંધ પુત્ર કહી તેનું અપમાન કર્યું. ક્રોધિત દુર્યોધન હસ્તિનાપુર પાછો ફર્યો. ભત્રિજાની મન: સ્થિતી સમજી પાંડવોને ઈંદ્રપ્રસ્થમાંથી હાંકી કાઢવાની ચતુર યોજના ઘડી કાઢી. તેણે પાંડવોને દુર્યોધન સાથે તેની પોતાની નિગરાનીમાં મૈત્રીપૂર્ણ ધૃતક્રિડાની રમત રમવા બોલાવ્યાં. જ્યારે રમત શરુ થઈ ત્યારે તેણે યુધિષ્ઠિરની ધૃતવિજયની લાલસાને તીવ્ર બનાવવા તેને નાની નાની રમતો જીતવા આપી. થોડીજ વારમાં શકુનીએ પોતાની કળા કામે લગાડી અને યુધિષ્ઠિરની લાલસાને લગામ આપી શકાય તે પહેલા તેઓ પોતાની સંપત્તિ અને રાજ્ય હારી ચૂક્યા હતાં. પછી શકુનીએ લાલચ આપી કે જો તે પોતાના ભાઈઓને દાવ પર લગાડે તો યુધિષ્ઠિરે ગુમાવેલું બધું તે જીતી શકે છે. જ્યારે જ્યારે યુધિષ્ઠિરે રવમવાનું છોડવાનો વિચાર કર્યો, ત્યારે તેણે ટોણાં મારી તેને રમવા ઉત્તેજીત કર્યો. અન્ય બે દાવમાં યુધિષ્ઠિર તેના ભાઈ અને તેની પત્ની દ્રૌપદીને પણ હારી ચૂક્યો- અને દુર્યોધનનો પ્રતિશોધ પૂર્ણ થયો.

કુરુક્ષેત્રમાં શકુની કૌરવોના પક્ષે લડ્યો. યુદ્ધભૂમિ પર તે સહદેવના હાથે માર્યો ગયો.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.