ઋગ્વેદ હસ્તપ્રત, દેવનાગરી લિપીમાં.
અથર્વવેદ હસ્તપ્રત, સંસ્કૃતમાં.

વેદ હિંદુ ધર્મના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.[1]

વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાની માનવામાં આવે છે. શરૂઆતમાં તેને શ્રુતિ પરંપરાથી ફેલાવવામાં આવ્યો, જ્યારે લેખનની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે:

૧. પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને,

૨. ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦).

અત્યાર સુધીમાં મળી આવેલી હસ્તપ્રતોને આધારે ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ મનાય છે. જ્યારે બાકીના અન્ય વેદ, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે.[2]

વેદ ચાર છે:

  1. ઋગ્વેદ,
  2. યજુર્વેદ,
  3. સામવેદ
  4. અથર્વવેદ.

વેદ તથા વેદ સંબંધિત સાહિત્યને વૈદિક સાહિત્ય કહે છે જેને સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે:

  1. મંત્રસંહિતા
  2. બ્રાહ્મણ ગ્રંથો
  3. આરણ્યક ગ્રંથો
  4. ઉપનિષદો
  5. સુત્રગ્રંથો
  6. પ્રાતિશાખ્ય
  7. અનુક્રમણી

સંદર્ભ

  1. अग्निहोत्री, डॉ. वी.के. (2009). भारतीय ईतिहास (14th આવૃત્તિ). नई दिल्ही: एलाईड पब्लिशर्स प्राईवेट लिमिटेड. પૃષ્ઠ 108-109. ISBN 978-81-8424-413-7.
  2. झा, डॉ. द्विजेन्द्रनारायण (2009). प्राचीन भारत का ईतिहास (30th આવૃત્તિ). नई दिल्ही: दिल्ही विश्वविद्यालय. પૃષ્ઠ 113-139.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.