પરમાણુનું બૉહર મૉડેલ, વિજ્ઞાન ના ઇતિહાસમાં રજુ થયેલા અનેક વાદની જેમ પ્રયોગો દ્વારા પ્રથમ રજુ અને પાછળથી કઇંક અંશે ખોટું સાબિત થયું હતું.

વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.[1]

વિજ્ઞાનના ક્ષેત્રો

વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: (૧) નૈસર્ગિક વિજ્ઞાનો અને (૨) સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં ખગોળ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક (એમ્પિરિકલ) હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક (ફોર્મલ) વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર (મૅડિકલ) અગેરેને વ્યવહારુ (એપ્લાઈડ) વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.[1]

આ પણ જુઓ

સંદર્ભ

  1. 1 2 પ્રવીણ જ., પટેલ (September 2017). દોશી, દીપક (સંપાદક). "વિજ્ઞાન". નવનીત સમર્પણ. મુંબઈ: ભારતીય વિદ્યા ભવન. પૃષ્ઠ ૮૭-૮૮. ISSN 2455-4162.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.