મદ્ર દેશના રાજકુમારી, પાડું રાજાના બીજા પત્ની માદ્રી(સંસ્કૃત: माद्री) નકુળ સહદેવ ના માતા હતા.

હસ્તીનાપુરના માર્ગે જતાં- પાંડુરાજાનો મદ્રના રાજા શલ્યની સેના સાથે સંપર્ક થયો. જલ્દી જ પાંડુ અને શલ્ય મિત્રો બની ગયાં. તેમની મૈત્રીની ભેંટ રૂપે શલ્યે- પોતાની બહેનનો હાથ આપ્યો. તેણીની સુંદરતા જોઈને- પાંડુએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને તેને હસ્તિનાપુર લઈ ગયાં.

પાંડુની હસ્તિનાપુરની સત્તા મેળવવાની અસફળતા પછીના વનવાસમાં માદ્રીએ કુંતી સાથે પાંડુનો સાથ આપ્યો.પાંડુને મળેલા શ્રાપની સીધી અસર માદ્રી અને કુંતી પર થઈ હતી કેમકે તેઓને પાંડુ થકી સગર્ભા થવાનો નિષેધ હતો. જો કે કુંતીને વરદાન મળ્યું હતું તેથી તે યુધીષ્ઠિર- ભીમ- અને અર્જુનનો ગર્ભ ધારણ કરી શકી. કુંતીએ વરદાનનો લાભ માદ્રીને આપ્યો- જેથી માદ્રીએ અશ્વિન થકી નકુળ અને સહદેવ નામે જોડીયા બાળકોને જન્મ આપ્યો. પરંતુ માદ્રીએ આ વરદાનનો દુરુપયોગ કર્યો. આ વરદાન થકી એક સમયે માત્ર એક જ દેવનું આવાહન કરી શકાય. પરંતુ માદ્રીએ અશ્વિન નામે જોડીયા દેવનું આવાહન કર્યું. આથી કુંતીએ તે વરદાન માદ્રી પાસેથી પાછું લઈ લીધું.

એક દિવસે- શ્રાપની શરત ભૂલી- પાંડુએ માદ્રીની ઈચ્છા કરી. પરિણામે તે પલકવારમાં જ મ્રુત્યુ પામ્યો. માદ્રી પાંડુની ચિતામાં આત્મવિલોપન કરી સતી થઈ. કુંતી પાંચેય બાળકોની એક માત્ર માઁ બની.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.