ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગાસતી વગેરેનાં ભજનો ગુજરાતનાં લોકોમાં ખુબ જાણીતાં છે.

ભજન શબ્દ 'ભજ' ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તુ નથી, ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું હોય છે.

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતાં. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો એમને અત્યંત પ્રિય હતું.

સંત સાહિત્યમાં પ્રખ્યાત

  • સાખીઓ = કબીર સાહેબની
  • પદો = મીરાંબાઇનાં
  • રવેણીઓ\રમૈની = કબીર સાહેબની
  • ભજનો = દાસી જીવણના
  • આગમ = દેવાયત પંડિતનાં
  • પ્યાલા = લખીરામના
  • કાફી = ધીરા ભગતની
  • ચાબખા = ભોજા ભગતના
  • છપ્પા = અખા ભગતના
  • કટારી = દાસી જીવણની
  • ચુંદડી = મૂળદાસની
  • પંચપદી = રતનબાઇની
  • પ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં
  • દોહા = કબીર સાહેબ, રહીમ અને તુલસીદાના
  • ચોપાઇઓ = તુલસીદાસની
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.